પોસ્ટ ઓફિસની જોરદાર સ્કીમ, જેમાં 500 રૂપિયાથી શરૂઆત કરો, ને બનો લાખોપતિ!
Post Office Scheme: સરકારી સ્કીમમાં પૈસા લગાવીને તમે સારો ફાયદો મેળવી શકો છો. મોદી સરકાર ઘણી એવી સ્કીમ ચલાવે છે જેમાં મેચ્યોરિટી પર તમને મેટુ રિટર્ન મળી શકે છે.
PPFમાં લગાવો પૈસા
તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં ખાતુ ખોલાવી શકો છો. આ સ્કીમમાં તમે વાર્ષિક ઓછામાં ઓછુ 500 રૂપિયા અને વધારેમાં વધારે 1.5 લાખ સુધીનું રોકાણ કરી શકો છો. આ રોકાણ તમે 15 વર્ષ માટે કરી શકો છો. જો તમે 500 રૂપિયા લગાવો છો તો વાર્ષિક તમને 6000 રૂપિયા જમા થઈ જશે.
PPFમાં મળશે 4,12,321
PPF પર હાલના સમયમાં 7.1 ટકાના હિસાબથી વ્યાજ આપવામાં આવી રહ્યું છે. એવામાં દર મહિને 500 રૂપિયા આ સ્કીમમાં જમા કરીને તમે 7.1 ટકા વ્યાજના હિસાબથી 15 વર્ષમાં 1,62,728 રૂપિયા જોડી શકો છો. જો તમે તેને 5.5 વર્ષ માટે વધારો છો તો 20 વર્ષમાં 2,66,332 રૂપિયા અને 25 વર્ષમાં 4,12,321 રૂપિયા જોડી શકો છો.
સુકન્યા સમૃદ્ધિમાં 250 રૂપિયાથી કરો રોકાણ
તમે તમારી દિકરીના નામ પર સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ઓપન કરાવી શકો છો. તેમાં મિનિમમ 250 રૂપિયાનું રોકાણ અને વધારેમાં વધારે 1.5 લાખનું રોકાણ કરી શકો છો.
SSYમાં મળશે 2,77,103
હાલના સમયમાં તેના પર 8.2 ટકાના હિસાબથી વ્યાજ મળી રહ્યું છે. જો તમે તેમાં 500 રૂપિયા મહિનાના હિસાબથી પણ રોકાણ કરો છો તો 15 વર્ષોમાં કુલ 90,000 રૂપિયા જમા કરાવવા પડશે અને 8.2 ટકા વ્યાજના હિસાબથી 21 વર્ષ બાદ તમને 2,77,103 રૂપિયા મળશે.
Source by VTV news